બીએસએફ દ્વારા એકના બદલે અગિયાર માથા લેવાયા!

Share:
જમ્મુ કશ્મીર સરહદે એકના બદલે ૧૦ માથા લાવવાની વાતને આપના બીએસેફના જવાનોએ સાચી ઠેરવી છે. બુધવારે શહીદ થયેલા જવાનની મોતનો બદલો લેતા આપના સૈનિકોએ માત્ર ૨૪ કલાકની અંદર જ પાકિસ્તાની રેન્જર્સના ૧૦ જવાનોના ઢીમ ઢાળવાની સાથે સાથે એમની ૪ ચોકીઓને પણ નાબુદ કરી દીધી છે.

બીએસેફએ ૧૧ પાકિસ્તાનીના ઢીમ ઢાળી દીધા - ગુજરાતી પેપર ન્યુઝ

બુધવારે એક જવાને શહાદત વહોરી હતી.

સાંબા સેક્ટરમાં બુધવારના દિવસે ગોળીબારીમાં આપણા એક બીએસએફના જવાને શહાદત વહોરી હતી. અને એ જવાનની શહાદતનો બદલો બીએસએફના સાથી સૈનિકોએ માત્ર થોડા કલાકોમાં જ લઇ લીધો હતો. બીએસએફના અધિકારી તરફથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આપણે પાકિસ્તાની મોર્ટારની પોઝીશન પર નિશાન લઈને જવાબી કાર્યવાહી કરી હતી. આની સાથે જ આરએસપુરા સેક્ટરમાં પણ એક ઘૂસપેઠ કરનારને ખત્મ કરી દેવાયેલ છે. આથી કહી શકાય કે, એક નાં બદલે ૧૦ નહિ પર ૧૧ માથા લેવાયા છે!

૩૦ વર્ષ જેટલી ઉંમરના આ ઘૂસપેઠીયાની જાન ત્યારે ગઈ જ્યારે એ અને એની સાથે બીજા બે જણા આંતરરાષ્ટ્રીય સરહદેથી ઘુષણખોરી કરીને ભારતમાં ઘૂસવાની ફિરાકમાં હતા. એની સાથેના બીજા ઘુષણખોરો આવેલા રસ્તે પાછા વળી ગયા, જે આપની ફૌજ માટે સાથે પીઠ થાબડવાની વાત છે.

પોતના જન્મદિવસે જ શહાદત વહોરેલી

બુધવારના દિવસે શહીદ થયેલા આપના જવાનનું નામ કોન્સ્ટેબલ આરપી હાજરા હતું અને એમની ઉંમર ૫૦ વર્ષની હતી. એ પાકિસ્તાની તરફથી થયેલ ફાયરીંગમાં ગંભીરરૂપે ઘવાયેલ હતા અને એમણે સારવાર દરમિયાન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે જ એમનો જન્મદિવસ પણ હતો!

આની પહેલા રાજોરીમાં ગત વર્ષના આખરી દિવસે એટલે કે ૩૧મી ડિસેમ્બરે પણ બહુજ ગોળીબારી થયેલ હતી. પણ હવે બીએસેફના આ બદલાથી જવાનોનો ઉત્સાહ જરૂરથી વધશે. 

No comments