લાગે છે કે લાલુપ્રસાદ યાદવને અને સજાને બાર ગાઉંની છેટ છે. આટલા વર્ષો સુધી ટ્રાયલ રહ્યા બાદ હવે જ્યારે આખરે સજા સુનાવણી બાકી રહી છે ત્યારે એ પણ ઘડીએ ઘડીએ પાછી ઠેલાતી રહે છે. ગઈકાલે એમની સજા એટલે નહોતી સંભળાવાઈ કેમકે એ A થી K મૂળાક્ષર વાળા નામ નહોતા ધરાવતા. અને આજે કોર્ટકાર્યવાહીમાં આરોપીઓની દલીલો સાંભળવામાં આવી અને હવે આવતીકાલે એટલે કે શનિવારે એમને બધાને સજા સંભળાવવા આવશે.
જો કે આજે એમને વિડીયો કોન્ફેરેન્સિંગ દ્વારા કોર્ટમાં પેશ કરવામાં આવ્યા હતા અને એમની સુનવણી ફક્ત પાંચ મીનીટમાં જ આટોપાઈ ગઈ હતી. જજ શિવપાલ સિંહ બધા આરોપીઓને સાંભળી લીધા પછી સજાની સુનાવણી કરશે. લાલુના વકીલો તરફથી કોર્ટમાં એવી દલીલો કરવામાં આવી હતી કે એમને જે કલમો હેઠળ અટકાયતમાં લીધેલ છે એમાં એક વર્ષની સજાનો પ્રાવધાન પણ છે. અને એમના અસીલને ઓછામાં ઓછી સજા કરવામાં આવે. અને એમણે કોર્ટને લાલુની ખરાબ તબિયતનો પણ હવાલો આ માટે આપ્યો હતો.
લાલુ યાદવ કીડની અને ડાયાબિટીઝના પેશ્ન્ટ!
વકીલોએ કહ્યું હતું કે લાલુને કીડનીની બીમારી છે અને એમના હ્રદયનું પણ ઓપરેશન થયેલ છે. આ હવાલો આપીને એમણે લાલુ માટે ઓછામાં ઓછી સજાની માંગની કોર્ટને કરી હતી.
સાથે જે વકીલોએ એવી પણ દલીલ કરી હતી કે જેલમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ નથી. અને આથી એમના અસીલને ઇન્ફેકશન થઇ શકે છે. એટલે એને ઓછામાં ઓછી સજા કરવી જોઈએ. વકીલોના કહેવા મુજબ દુષિત પાણી પીવાથી એમની કીડની ઉપર ખરાબ અસર થઇ શકે છે. સાથે વકીલોએ એ તર્ક પણ આપેલ કે લાલુ સાથે સહઆરોપી રહેલ જગન્નાથ મિશ્રા આ આરોપમાં નિર્દોષ છુટેલા છે એટલે એમણે પણ કોર્ટ તરફથી રાહત મળવી જોઈએ. વકીલોએ કહ્યું કે આ કેસમાં જે સબૂત આપવામાં આવેલ છે તે ફક્ત કહેલી સાંભળેલી વાતો પર જ આધારિત છે.
હવે જોઈએ કે આવતીકાલે લાલુપ્રસાદ યાદવના નસીબમાં શું લખેલું છે!!!

No comments