છેલ્લા અમુક સીઝનથી ટીમ કેકેઆરના કથળતા ફોર્મને લીધે ગૌતમ ગંભીર પર ગાજ વરસી છે. આજે ટીમો તરફથી રીટેન કરાયેલ ખેલાડીઓમાં એને એની ટીમ કેકેઆર દ્વારા બાકાત રાખવામાં આવેલ છે. આઈપીએલ ૨૦૧૮ ના બીજા કેટલાક સ્ટાર ક્રિકેટર્સની ન્યુઝ પણ નીચે મુજબ છે.
- બધી જ ટીમોએ પોતાના રીટેન કરવાન ખેલાડીઓના નામ જાહેર કરી દીધા છે.
- આજે સાંજે પાંચ વાગ્યા સુધી રીટેન ખેલાડીના નામ જાહેર કરવાની તારીખ હતી.
- હવે રીટેન સિવાયના ખેલાડીઓ માટે તારીખ ૨૭ અને ૨૮ જાન્યુઆરીના દિવસે હરાજી થશે.
- આઈપીએલ ૨૦૧૮ નો કાર્યક્રમ ૪ અપ્રિલ થી ૨૭ મી મેં સુધી છે.
- બે વર્ષના પ્રતિબંધની અવધિ સમાપ્ત થતા આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પાછા રમતા જોવા મળશે. અને ગુજરાત લાયન્સ અને રાઈજીંગ પુણે સુપરજાયન્ટસ નહિ ખેલે.
- સૌથી આશ્ચર્યજનક નિર્ણય ગૌતમ ગંભીરની બાદબાકી જ છે. એમને કેકેઆર દ્વારા રીટેન કરવામાં આવેલ નથી.
- વિરાટ કોહલીને રીટેન કરાયેલ ખેલાડીઓમાં સૌથી વધુ ૧૭ કરોડરૂપિયા મળશે.
ટીમ પ્રમાણે રીટેન કરાયેલ ખેલાડીઓ:
* રોયલ ચેલેન્જર્સ બંગલોર: વિરાટ કોહલી (૧૭ કરોડ), એ બી ડેવિલીયર્સ (૧૧ કરોડ), સરફરાઝ ખાન (૧.૭૫ કરોડ).
* ચેન્નાઈ સુપર કિંગ્સ : મહેન્દ્ર સિંહ ધોની (૧૫ કરોડ), સુરેશ રૈના (૧૧ કરોડ), રવીન્દ્ર જાડેજા (૭ કરોડ).
* મુંબઈ ઇન્ડિયન્સ: રોહિત શર્મા (૧૫ કરોડ), હાર્દિક પંડ્યા (૧૧ કરોડ), જસપ્રીત બુમરાહ (૭ કરોડ).
* દિલ્લી ડેરડેવિલ્સ: ઋષભ પંત (૮ કરોડ), ક્રીસ મોરીસ (૭.૧ કરોડ), શ્રેયસ ઐયર (૭ કરોડ).
* કોલકાતા નાઈટરાઈડર્સ: સુનીલ નારાયણ (૮.૫ કરોડ), આન્દ્રે રસલ (૭ કરોડ).
* સનરાઈઝર્સ હૈદરાબાદ: ડેવિડ વાર્નર (૧૨ કરોડ), ભુવનેશ્વર કુમાર (૮.૫ કરોડ).
* રાજસ્થાન રોયલ્સ: સ્ટિવ સ્મિથ (૧૨ કરોડ).
* કિંગ્સ ઈલેવન પંજાબ: અક્ષર પટેલ (૬.૭૫ કરોડ).

No comments