ચાર કૌભાંડમાં લાલુની સજા હજી એક દિવસ માટે ટળી

Share:
કદાચ નસીબ પણ ઈચ્છે છે કે બિહારના પુર્વ મુખ્યમંત્રી અને રાજદના અધ્યક્ષ પોતાને કેટલી સજા મળે છે એ જાણવા રાહ જુએ! એટલે જ આજે એમને મળનારી સજા હજી એક દિવસ વધુ માટે લંબાઈ છે.

lalu prasad yadaw punishment - લાલુપ્રસાદ યાદવ સજા ટળી

સજા કેમ ટળી?

લાલુપ્રસાદ યાદવ અને બીજા આરોપીઓ બુધવારે પણ સજા સાંભળવા માટે બુધવારે કોર્ટમાં આવેલા હતા. પણ એક વકિલની મૃત્યુ થયેલ હતી એટલે બીજા વકીલોએ કામ કરવાનું વિરોધ કર્યો હતો. એટલે આજે સજા આપવાનું નક્કી કરેલ હતું. અને આજે પણ કોર્ટ દ્વારા એવું ઠરાવેલ કે આજે A થી લઈને K સુધીના આરોપીઓને સજા સંભળાવાશે. અને લાલુપ્રસાદ L વાળા આરોપી હોવાથી એમની સજા હજી એક દિવસ માટે લંબાઈ ગયેલ છે.

અને લાલુપ્રસાદ યાદવ પોતે પણ આનાથી કંટાળી ગયેલ છે. એટલે એમણે કોર્ટને અરજ કરેલ કે આ સજા આજે જે સંભળાઈ દેવામાં આવે. પણ લાગે છે કે એમને હજી થોડી રાહ તો જોવી જ પડશે. 

આ કેસમાં કુલ ૧૬ આરોપીઓ છે. લાલુપ્રસાદ સામે ધોખેબાજી, ષડ્યંત્ર, અને ભ્રષ્ટાચારના આરોપો છે. આઈ\પીસીની કલમો ૪૨૦, ૧૨૦B, અને પીસી એકટની કલમ ૧૩(૨) હેઠળ એમને સજા મળવાની છે. આ કેસમાં આની પહેલા બિહારના પુર્વ સીએમ જગન્નાથ મિશ્રાની સાથે ૬ આરોપીઓને નિર્દોષ મુક્ત કરવામાં આવેલ છે. લાલુપ્રસાદના વકીલ તરફથી ઓછામાં ઓછી સજાની દરખાસ્ત કરવામાં આવેલ છે, જ્યારે સીબીઆઈના વકીલે દાખલો બેસાડવા માટે ઉચ્ચતમ સજા મળે તેવી રજૂઆત કરેલ છે. 

કેટલી સજા થઇ શકે છે?

લાલુપ્રસાદ યાદવના વકીલ ચિતરંજનદાસના કહેવા મુજબ એમને ઓછામાં ઓછી એક વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષની સજા થઇ શકે છે. પરંતુ સીબીઆઈના અધિકારીઓના કહેવા મુજબ જો એમની ઉપર ગબનના આરોપો હેઠળ સજા થાય તો એમને આજીવન કારવાસ પણ થઇ શકે છે. જો લાલુપ્રસાદને ૩ વર્ષથી ઓછી સજા થઇ તો એમને તરત જામીન મળી શકે છે. પરંતુ ત્રણ વર્ષથી ઉપરની સજા થઇ તો એમને હાઇકોર્ટમાં જામીન અરજી કરવી પડશે. 

No comments