આતંકવાદ રોકાય નહિ તો પાકિસ્તાનને કોઈ સુરક્ષા મદદ નહિ: અમેરિકા

Share:
હજી થોડા દિવસ પહેલા તો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન ઉપર એક ધડાકો કરી ગયા હતા. એમણે કહ્યું હતું કે અત્યાર સુધી કરેલી મદદ વ્યર્થ જેવી જ છે. અને આ વાતની શાહી સુકાય એ પહેલા જ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તરફથી બીજી એક ટીપ્પણી આવી ગઈ છે. ટ્રમ્પના કહેવા મુજબ જ્યાં સુધી પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદને સંપૂર્ણ બંધ નાં કરે ત્યાં સુધી કોઈ સુરક્ષા સહાય એમને મળશે નહિ.

ટ્રમ્પ કહ્યું કે કોઈ નવી મદદ નહિ પાકિસ્તાનને - ગુજરાતી ન્યુઝ

પાકિસ્તાન પહેલાથી જ એમને કરવામાં આવેલી આર્થિક સહાયને બદલે એમણે શું કર્યું એ રીપોર્ટ આપવાની ફજેતીમાં છે ત્યાં આ બીજા ધડાકાએ એમના પગ તળેથી જમીન ખસેડવા માંડી છે. પાકિસ્તાન દુનિયા\ભરમાં આતંકવાદના બ્રીડીંગ સેન્ટર તરીકે બદનામ રહેલો છે અને હવે અમેરિકન સરકાર તરફથી આવતા આવા નિવેદનો એમની બાકી રહેલી સાખને પણ મોટો બટ્ટો લગાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દશકાઓથી અમેરિકા તરફથી ખોબલે ખોબલે ભરીને પૈસા અને હથીયારો પાકિસ્તાનને મળતા રહ્યા છે. પહેલા અફઘાનિસ્તાન અમેરિકા યુદ્ધ વખતથી જ અમેરિકા પાકિસ્તાનને દત્તક લીધેલ રાષ્ટ્રની જેમ મદદ કરતુ રહ્યું છે. અને જ્યારે કેટલાક વર્ષો પહેલા કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેન પાકીસ્તાનમાંથી જ ઝડપાયો ત્યારે પાકિસ્તાનની મેલી દાનત અને ક્રિયાઓ આખા વિશ્વે નિહાળી.

ટ્રમ્પ ઉપર આતંકવાદને નાથવાની જવાબદારી છે કેમ કે એ એને ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય મુદો બનાવી ચુક્યા છે. આની પહેલા ટ્રમ્પ ખાડીના કેટલાક દેશોને ટ્રાવેલ બેન કરી ચુક્યા છે. અને હાલ પાકિસ્તાન પર આ બે શાબ્દિક ધડાકા બતાવે છે કે અમેરિકાએ આખરે કમર કસી લીધી છે આતંકવાદ સામે. હવે જોવાનું એ રહે કે શું ટ્રમ્પ કશુક નવીન કરશે કે પછી થોડા દિવસ પછી પાકિસ્તાનને સારો મિત્ર ગણાવશે!

No comments