ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ભાષા બોલે છે: પાકિસ્તાન!

Share:
પોતાના દેશને ખોબલે ખોબલા ભરીને મળતી સહાય અચાનક બંધ થવાની ભીતિ વચ્ચે પાકિસ્તાને એક વખત હજી પોતાની હૈયાવરાળને ભારત ઉપર ઠાલવી છે. પાકિસ્તાનના કહવા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ભાષા બોલે છે!

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ભાષા બોલે છે - પાકિસ્તાન

રાષ્ટ્રીય સલામતી કમિટીને સંબોધન કરતી વખતે પાકિસ્તાનના વિદેશ ખ્વાજા આસિફે આવું જ કહ્યું હતું. એમના કહેવા મુજબ અફઘાનિસ્તાનમાં મળેલ હાર અને નામોશી માટે અમેરિકા એમના દેશ પાકિસ્તાનને બલીનો બકરો બનાવી રહી છે. 

હમણાં થોડા દિવસ પહેલા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પાકિસ્તાનને આપેલ ૩૩ બિલીયન ડોલરની સહાયના બદલામાં અમને કંઈ જ મળ્યું નથી. આસિફના કહેવા મુજબ અમેરિકાની આ ટીપ્પણી સત્યથી વેગળી છે. 

રાષ્ટ્રીય સલામતી કમિટીના પ્રમુખ અયાઝ સાદિકના કહેવા મુજબ અમેરિકાની ટીપ્પણી ઉપર સંયમિત પ્રતિક્રિયા જરૂરી છે. એમણે ઉમેર્યું કે અમેરિકાના સાથેના સબંધથી પાકિસ્તાનની પ્રતિષ્ઠાને હાની થવી જોઈએ નહિ. સાથે એમણે કહ્યું કે કમિટી અઠવાડિયા પછી ભેગી મળીને સિક્યુરીટી એજન્સીની બ્રીફિંગ સાંભળશે. 

ઉલ્લેખનીય છે કે અમેરિકા છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાનની ગલીઓમાં અને એની સહાયથી ચાલતા આતંકવાદના અડ્ડાઓથી પરેશાન થઇ ગયેલ છે. અમેરિકાની નવી પેઢીના કહેવા મુજબ પાકિસ્તાન આપણા પૈસા અને આપણા હથિયાર આપણા લોકો પર વાપરી રહી છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતાના ચૂંટણી ઢંઢેરામાં પાકિસ્તાન વિગેરે દેશો સામે કડક પગલા લેવાનું બોલી ચુક્યા છે અને હાલમાં એમણે કહ્યું કે હવે પાકિસ્તાનને થતી સહાય બંદ કરવાનો સમય આવી ગયો છે. અને આ સાંભળીને પાકિસ્તાના પેટમાં તેલ રેડાય એ પણ સમઝી શકાય છે કેમકે આતંકવાદના ઉકરડામાં દેશને નાખીને એમણે હવે ભીખ માંગીને જ ખાઈ શકાય એવી પોતાની હાલત કરી દીધી છે.


No comments